Site icon Revoi.in

સ્કેમ વાળી લિંક પર કરવા પર મળશે વોર્નિંગ, આવી રહ્યું છે નવુ અપડેટ

Social Share

ગૂગલ તેની મેસેજિંગ એપ Google Messageને લઈને ઘણુ કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. સ્પામ કોલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી લોકો હદથી વધારે પરેશાન થઈ ગયા છે. પણ તેનું કોઈ સમાધાન નજર આવી રહ્યું નથી. ગૂગલ તેના સ્તર પર સ્પામને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે.

નવુ અપડેટ એ જ પ્રયાસનો એક હિસ્સો છે. Google તેની મેસેજિંગ એપ Google Message પર એક મોટુ અપડેટ પર કામ કરી રહ્યું છે. ગૂગલ મેસેજના અપડેટ પછી એપ પોતે શંકાસ્પદ લિંક ધરાવતા મેસેજને લઈને એલર્ટ આપશે.

ઉદાહરણ તરીકે, તમને કોઈ મેસેજ આવે છે જેમાં વેબ લિંક છે જે અજાણી સાઇટની છે, તો તેના પર ક્લિક કરવાથી Google વોર્નિંગ આપશે. તમને તમારા ફોનમાં સેવ ન હોય તેવા નંબર પરથી મેસેજ આવશે તો પણ ગૂગલ તમને વોર્નિંગ આપશે.

Google Message મેસેજ પર આ નવા ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તેનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનશોટ મુજબ, શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી, યુઝર્સને “Do you trust the sender” મેસેજ સાથે વોર્નિંગ મળશે.

Google Message સેટેલાઇટ મેસેજિંગ પર પણ કામ કરી રહ્યું છે, જેના પછી નેટવર્ક ગેરહાજરીમાં પણ મેસેજ અને ફોટા મોકલી શકાય છે. આ સેટેલાઇટ કનેક્ટિવિટી એપલની સેટેલાઇટ કનેક્ટિવિટીથી અલગ હશે.