Site icon Revoi.in

સુરતમાં RSSનું યુવા સંમેલન યોજાયું, યુવાનોને કર્તવ્યનિષ્ઠ બનાવવા ડો. પાંડેએ કરી હિમાયત

Social Share

સુરતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત મહાનગરનું એક દિવસીય યુવા સંમેલન રવિવારે વીએનએસજીયુ (VNSGU) ખાતે યોજાયું હતું.  જેમાં સ્વદેશી રમતો, નિયુદ્ધ (સ્વરક્ષા તાલીમ), વ્યાયામ યોગ, સ્વ-અનુશાસનના પાઠ સામુહિક સ્વરૂપે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિભિન્ન પ્રાધ્યાપકો દ્વારા ભવિષ્યનું ભારત, સેવા, જીવનશૈલી, સાંસ્કૃતિક ધરોહર, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ, સામાજિક જવાબદારી વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

સુરતમાં આરએસએસના યુવા સંમેલન મુખ્ય અતિથિ તરીકે તાપી ફ્રૂટ પ્રોસેસિંગના માલિક  ઘનશ્યામભાઈ લુખીએ યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ વિશ્વમાં સૌથી વધુ છે, જેનો ઉપયોગ દરેકે સાથે મળીને  રાષ્ટ્ર હિત અને રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ. સાથે સાથે તેમણે પર્યાવરણ અને યોગ પર પણ ભાર મૂક્યો હતો.  તેમણે ઉમેર્યું હતું કે, દરેક યુવાઓએ જીવનમાં એક હેતુ નક્કી કરવો જોઈએ અને તે દિશામાં પોતાના પર વિશ્વાસ રાખી નાનું કામ શરૂ કરી આગળ વધવું જોઈએ. દેશની સંસ્કૃતિના ગૌરવની સુવાસ દરેક સુધી પહોંચાડવા માટે જે ક્ષેત્રમાં કાર્ય કરીએ તેમાં સર્વ શ્રેષ્ઠ યોગદાન આપવું જોઈએ. મુખ્ય વક્તા તરીકે ડો.અખીલેશજી પાંડે (ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ) ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ યુવાઓને ધ્યેયનિષ્ઠ-કર્તવ્યનિષ્ઠ બનવા કહ્યું. રામને યુગાનુકૂલ આદર્શ બને તથા તદઅનુરૂપ સમાજની રચના કરીએ. તેમણે સંઘ શતાબ્દી વર્ષ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આવનારાં વર્ષમાં મહાનગરના દરેક ખુણે મહાવિધાલયન છાત્રો દ્વારા સંઘ કાર્ય ઊભું કરવા આહવાન કર્યું.