Site icon Revoi.in

Youtube: T-Seriesના આ ભક્તિમય ગીતે રચ્યો ઈતિહાસ,આટલા બિલિયન વ્યૂઝ કર્યા પાર

Social Share

મુંબઈ:હનુમાનજી અને રામ ભક્તો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે, રામ ભજન, શ્રી કૃષ્ણ ભજન બધું જ યુટ્યુબ તેમજ ઘણા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ ભારતના એકમાત્ર ભક્તિ ગીતે ઘણા વર્ષોથી યુટ્યુબ પર પ્રભુત્વ જમાવ્યું છે.અહીંના ભક્તિ ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત છે.આજે આપણે ટી-સીરીઝના લોકપ્રિય ભક્તિ ગીત વિશે વાત કરવાના છીએ.આ ભક્તિ ગીત છે ‘હનુમાન ચાલીસા’. તમને યુટ્યુબ પર ‘હનુમાન ચાલીસા’ના ઘણા વર્ઝન જોવા મળશે.આમાં સૌથી લોકપ્રિય ટી-સીરીઝની ‘હનુમાન ચાલીસા’ છે જેમાં ગુલશન કુમાર જોવા મળે છે.આ ‘હનુમાન ચાલીસા’ને હરિહરને અવાજ આપ્યો છે.

T-Seriesએ ટ્વીટ કરીને આ સિદ્ધિની જાણકારી આપી છે. આ વીડિયો 10 મે 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 9 મિનિટ 41 સેકન્ડના આ વીડિયોમાં સંપૂર્ણ ‘હનુમાન ચાલીસા’ છે.વર્ષ 1983માં ગુલશન કુમારે ટી-સીરીઝ કંપની શરૂ કરી હતી અને આજે આ કંપનીની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે.

T-Series ને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં મદદ કરવા બદલ લોકોનો આભાર માનતા, તેણે ટ્વિટ કર્યું, ઉજવણી શરૂ થઇ ગઈ છે,કારણ કે “હનુમાન ચાલીસાએ 3 અબજ લોકોના હૃદયમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.YouTube પર 3 બિલિયન વ્યૂઝને પાર કરનારો પહેલો ભારતીય વીડિયો બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

આ પહેલા ઓક્ટોબર 2021માં આ હનુમાન ચાલીસાને યુટ્યુબ પર 2 બિલિયન વ્યૂઝ મળ્યા હતા.આ ઉજવણી માટે ગુલશન કુમારના પુત્ર નિર્માતા ભૂષણ કુમારે લંગરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભૂષણ કુમારની માતા કૃષ્ણ કુમાર, બહેન તુલસી કુમાર અને ખુશાલી કુમાર પણ હાજર હતા.

ટી-સિરીઝ ઘણી ભાષાઓમાં મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે. T-Series હિન્દી, પંજાબી, ભોજપુરી, તેલુગુ, તમિલ, હરિયાણવી, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં તેની 29 ચેનલો પર બોલિવૂડ, પોપ, ભક્તિમય અને ક્લાસિક સહિતની વિશાળ શ્રેણીમાં મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે. ટી સિરીઝની સ્થાપના ગુલશન કુમારે કરી હતી.