Site icon Revoi.in

અભિનેતા રાઘવ જુયાલએ ભારત-પાકિસ્તાન મેચ નિહાળવાનો અનુભવ શેર કર્યો

Social Share

એશિયા કપ 2025ના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો, અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દરેક લોકોએ વિવિધ રીતે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને જીતનો આનંદ માણ્યો હતો. અભિનેતા રાઘવ જુયાલએ આ જીતને દુબઇમાં લાઈવ જોઈ હતી અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ફાઈનલ જીત્યા પછી રાઘવએ કહ્યું, “આજ ખુબ જ આનંદ થયો. હું મારા બાળકોને કહીશ કે હું આ સુંદર મેચ જોવા આવ્યો હતો. સંપૂર્ણપણે કમાલ થઈ ગયો.રાઘવના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી અને તેઓ ખુબ ઉત્સાહી લાગતા હતા. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપની ટ્રોફી પોતાના નામ કરી. આ ભારત માટે નવમી વાર એશિયા કપ જીતવાનો અવસર છે. ભારતની આ જીતના હીરો સ્પિનર કુલદીપ યાદવ અને બેટ્સમેન તિલક વર્મા રહ્યા હતા.

રાઘવ જુયાલ તાજેતરમાં આર્યન ખાનના શોમાં નજર આવ્યો હતો, જેમાં તેમણે લક્ષ્ય લાલવાણીના મિત્રનો રોલ ભજવ્યો હતો. શો દરમ્યાન રાઘવના અભિનયની પ્રશંસા થઇ હતી. ઉપરાંત, તેઓ સાઉથ સ્ટાર નાનીની આવનારી ફિલ્મ ધ પેરાડાઇઝમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.