Site icon Revoi.in

અમદાવાદઃ હાઈ રિસ્કવાળા બે દેશથી ફ્લાઈટમાં આવેલા 286 પૈકી 8 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઓમિક્રોનના ભયને પગલે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિસ્ક દેશમાંથી બે ફ્લાઈટ આવી હતી. જેમાં સવાર 286 જેટલા પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 8 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આ પ્રવાસોને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યાં હતા. આ પ્રવાસીઓને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ જરુરુ સેમ્પલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યાં છે. 11 જેટલા દેશોને હાઈ રિસ્કવાળા જાહેર કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઓરપોર્ટ ઉપર આજે સવારે યુકે અને તાન્ઝાનિયાથી બે ફ્લાઈટ આવી હતી. જેમાં સવાર 286 જેટલા પ્રવાસીઓના એરપોર્ટ ઉપર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 8 મુસાફરો પોઝિટિવ આવ્યો હતો. આઠ પ્રવાસીઓમાં  નડિયાદના 4, અમદાવાદના 2, અને રાજકોટ અને રાજસ્થાનના એક-ક પ્રવાસી હોવાનું જાણવા મળે છે. વિદેશથી આવતા પ્રવાસીઓ પોઝિટિવની સંખ્યા વધી રહી છે અને નેગેટિવ આવ્યા બાદ પણ ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવે છે. જોકે, એકથી બે પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો પરંતુ આજે તો 8 પ્રવાસીઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જીનોમ સિક્વન્સ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે 8 પ્રવાસીઓમાં કયો વેરિયન્ટ છે. બીજી તરફ ભારતમાં પણ ઓમીક્રોન કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકાર પણ હરકતમાં આવી છે.