Site icon Revoi.in

એર ઈન્ડિયાએ બેગેજ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરલાઈન્સની નવી પોલિસી અનુસાર હવે યાત્રીઓ કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં માત્ર 15 કિલો ફ્રી સામાન લઈ જઈ શકશે.  હવે તમે ફ્લાઇટમાં માત્ર 15 કિલો સામાન જ ફ્રીમાં લઈ જઈ શકશો . તમને જણાવી દઈએ કે પહેલા મુસાફરને 20થી 25 કિલો સામાન લઈ જવાની છૂટ હતી. ઈકોનોમી ક્લાસ હેઠળ ભાડાની 3 શ્રેણીઓ છે – કમ્ફર્ટ, કમ્ફર્ટ પ્લસ અને ફ્લેક્સ. 

ડોમેસ્ટિક રૂટ પર ‘કમ્ફર્ટ’ અને ‘કમ્ફર્ટ પ્લસ’ ક્લાસ માટે મફત કેબિન બેગેજ એલાઉન્સ ઘટાડીને 15 કિલો કરી દેવામાં આવ્યું છે. અગાઉ, ‘કમ્ફર્ટ’ ક્લાસ માટે 20 કિલો અને કમ્ફર્ટ પ્લસ ક્લાસ માટે 25 કિલો ફ્રી કેબિન સામાન ભથ્થું આપવામાં આવ્યું હતું. જોકે, ‘ફ્લેક્સ’ ક્લાસમાં મફત કેબિન બેગેજ એલાઉન્સ 25 કિલો છે.

જ્યારે ડોમેસ્ટિક રૂટ પર, બિઝનેસ ક્લાસમાં ફ્રી કેબિન બેગેજ એલાઉન્સ 25 કિગ્રાથી 35 કિગ્રા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મફત કેબિન સામાન ભથ્થું બદલાય છે. અન્ય સ્થાનિક એરલાઇન્સ પણ મુસાફરોને વધારાના શુલ્ક વિના 15 કિલો સુધીનો કેબિન સામાન લઈ જવાની મંજૂરી આપે છે.

Exit mobile version