Site icon Revoi.in

રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં રૂ. 1000 કરોડનું મળ્યું દાન

Social Share

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો ખુલ્લા મને ફંડ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી લગભગ એક હજાર કરોડનું દાન મળ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ હજુ લોકો કરોડોનું દાન આપી રહ્યાં છે. મંદિર નિર્માણ માટે માત્ર 26 દિવસમાં જ એક હજાર કરોડથી વધારેનું દાન મળ્યું છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે મદદ માંગવામાં આવી રહ્યાં છે. લોકો ખુલ્લા હાથે દાન આપી રહ્યાં છે. ગુજરાતમાંથી લોકોએ રૂ. 100 કરોડનું દાન આપ્યું છે. વિદેશમાં વસતા ભારતીયો પણ મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. આ પહેલા પણ રામમંદિર નિર્માણ કમિટિ તેમજ ટ્રસ્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લોકો દેશ-વિદેશથી દિલ ખોલીને દાન આપી રહ્યા છે. ઘણા બધા લોકોએ ઘરેણા પણ મોકલાવ્યા છે. દેશ-વિદેશથી દાનનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે અને તેનો પણ હિસાબ કિતાબ રાખવામાં આવી રહ્યો છે. વિદેશથી પણ મોટા પ્રમાણમાં દાન મળી રહ્યું છે.