Site icon Revoi.in

લવજેહાદની ઘટનાઃ અમદાવાદમાં મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદાની માંગણી વચ્ચે અમદાવાદ શહેરમાં લવજેહાદની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં દંપતિ વચ્ચે થતા અવાર-નવાર ઝઘડાથી કંટાળીને પરિણીતા 14 વર્ષના દિકરા સાથે પતિથી અલગ રહેતી હતી. દરમિયાન ઘરે ઈલેકટ્રીકના કામ અર્થે એક વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. મહિલાના ઘરે ઈલેકટ્રીકનું કામ કરવા આવેલા યુવાનો મહિલાને પોતાની હિન્દુ તરીકે ઓળખ આપી હતી. ત્યારે યુવાનો મહિલાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે અવાર-નવાર વાતચીત થતી હતી અને મિત્રતા બંધાઈ હતી.

યુવાને પોતાની ઓળખ છુપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આવી અગલ-અલગ સ્થળો ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષકર્મ આચર્યું હતું. દરમિયાન યુવાન હિન્દુ નહીં મુસ્લિમ હોવાનું માલુમ પડતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવાનનું નામ રમઝાન ઈકબાલ અને પરિણીત હોવાનું માલુમ પડતા આ અંગે મહિલાએ તેને વાત કરી હતી. જેથી યુવાનો મહિલાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘમકી આપી આપીને માર માર્યો હતો. અંતે કંટાળેલી મહિલાએ પોલીસની મદદ માંગી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. તેમજ રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.