Site icon Revoi.in

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

Social Share

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ આજે  સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ અનુસાર 3245 વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જ્યારે 15,284 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ અને સૌથી વધુ 26,831 વિદ્યાર્થીઓએ બી2 ગ્રેડ મેળવ્યો છે.  ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ તેમની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ શાળાઓ જ પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

સ્કુલ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ ડાઉનલોડ કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલથી માર્કશીટ મેળવી શકશે. બોર્ડ ટુંક સમયમાં માર્કશીટ, પ્રમાણપત્ર, પૂનર્મૂલ્યાંકન સહિતની તારીખોની સુચના જાહેર કરશે.

Exit mobile version