Site icon Revoi.in

18 થી 24 મહિનામાં બનશે 10,000 GPUs, જાણો ફ્યુચર પ્લાન

Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે ઈન્ડિયા એઆઈ મિશન માટે થોડા દિવસો પહેલા 10,300 કરોડના રોકાણને મંજૂરી આપી છે. આ મિશન હેઠળ તે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત બધા પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં મદદ કરશે. લેટેસ્ટ સમાચાર મુજબ, એક અધિકારીએ કહ્યું છે કે સેંકડો ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે GPU આગામી 18 થી 24 મહિનામાં બનાવવામાં આવશે.

• સરકારી અધિકારીએ શું કહ્યું?
ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, IndianAI મિશન હેઠળ, એપ્રુવ્ડ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ આગલા 18-24 મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટાઈ-કોન દિલ્હી-એનસીઆરની બાજુમાં બોલતા, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “સરકાર ઈન્ડિયા એઆઈ મિશન હેઠળ ઉદ્યોગો પાસેથી બિડ આમંત્રિત કરશે અને GPU-આધારિત કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંભવિતતા ગેપ ફંડિંગ પ્રદાન કરશે. આ મિશન હેઠળ મંજૂર થયેલ સંપૂર્ણ GPU આગામી 18-24 મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

કેબિનેટે દેશમાં AI ટેક્નોલોજી વિકસાવવા અને તેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ઈન્ડિયા એઆઈ મિશન શરૂ કર્યું છે. મિશન હેઠળ, સરકારે આગલા પાંચ વર્ષ માટે 10,300 કરોડથી વધુ રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ મિશન હેઠળ, AI ઇકોસિસ્ટમ બનાવવા માટે 10,000 કરતાં વધુ GPUs (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ)ની સુપરકમ્પ્યુટિંગ કેપેસિટી અલગ-અલગ સ્ટેકહોલ્ડર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

• ઝડપથી વધી રહી છે GPUની માંગ
આજકાલની મોર્ડન ટેક્નોલોજી GPU પર આધારીત સર્વરની માંગ વધી ગઈ છે. કેમ કે, CPU આધારીત સર્વરની તુલનામાં વધારે ઝડપથી દેટા પ્રોસેસર કરી શકાય છે. ભવિષ્યમાં GPUની માંગ ખુબ ઝડપથી વધશે. એટલે સરકાર પણ આ ફાસ્ટ ફ્યૂચર ટેક્નોલોજીની તૈયારી કરી રહી છે. અને સરકાર આગામી 2 વર્ષમાં 10,000 જીપીયુ યુનિટ બનાવવાનો ઇરાદો ધરાવે છે.