Site icon Revoi.in

પંજાબના બીજેપીના 11 નેતાઓ એ પીએમ મોદી સાથે કરી મુલાકાતઃ ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોર ખોલવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ- પંજાબના ભાજપના નેતાઓના એક પ્રતિનિધિમંડળે રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ વડાપ્રધાનને ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવાની અપીલ કરી.ઉલ્લેખનીય છે કે આ કોરિડોર ભારતીય તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે ભારતથી વિઝા વિના સરહદ પાર કરવાની મંજૂરી આપે છે.

આ કોરિડોર ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક મંદિરને કરતારપુર સાહિબ સાથે જોડે છે, જે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવના નિર્વાણ સ્થળ છે. કોરોના મહામારી ફેલાવાને કારણે માર્ચ 2020 માં કરતારપુર સાહિબની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પંજાબ ભાજપના 11 નેતાઓ વડાપ્રધાન મોદીને મળ્યા અને તેને ફરીથી શરૂ કરવાની માંગ કરી.

પંજાબ બીજેપી અધ્યક્ષ અશ્વની શર્માએ કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા અને તેમને ગુરુ નાનક દેવના ભક્તોની ભાવનાઓથી જાણ કરી હતી. તેમણે કહ્યું, અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી શરૂ કરવાની માંગ કરી છે જે 19 નવેમ્બરે ઉજવવામાં આવશે.

પંજાબના પક્ષના નેતાઓએ પણ રાજ્ય અને શીખ સમુદાય માટે ઐતિહાસિક પહેલ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ સંપ્રદાયના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.