Site icon Revoi.in

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

Social Share

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં આવી છે. હાલ પાણી છોડાતા ચાર તાલુકાની 11500 હેકટર જમીને સિંચાઈનો લાભ મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા,પાલિતાણા, ઘોઘા સહીત શેત્રુંજી જળાશયનાં કમાન્ડ વિસ્તારમાં તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ઉપરાંત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ પી વાળા દ્વારા સિંચાઈ વિભાગને પોતાના વિસ્તારના ખેડૂતોને પિયત પાણીની જરૂરિયાત હોય શેત્રુંજી ડેમમાંથી નહેર માટે પાણી છોડવા માટે રજૂઆત કરાતા ધારાસભ્યો અને ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા ખેડુતોને રાહત થઈ છે.

આ અંગે સિંચાઇ વિભાગ કાર્યપાલક ઇજનેર એ.એમ.બાલધીયાનાં જણાવ્યા હાલ શેત્રુંજી ડેમમાં 31 ફૂટ 7 ઇંચ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય સિંચાઈ માટેની કુલ જમીન પૈકી અપૂરતા 220 હેક્ટર પિયતના જ ના ફોર્મ ભરાયા હતા અને બાકીના ફોર્મ વહેલીતકે ભરાશે તેવી ખાતરી મળતા  ડેમમાંથી પ્રારંભમાં જમણા કાંઠામાં 50 અને ડાબા કાંઠામાં પણ 50 કયુસેક પાણી છોડવાનું શરૂ કર્યુ છે.

રવિ પાકને બચાવવા માટે  શેત્રુંજી સિંચાઇ યોજનામાં ખેડૂત ખાતેદારોની માંગણીને ધ્યાને લઈને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને પાલિતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તેમજ જીલ્લા સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 11.500 હેક્ટર વિસ્તાર માટે શેત્રુંજી ડાબા તથા જમણા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.