1. Home
  2. Tag "water released"

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]

ભાદર ડેમ-1માંથી કેનાલમાં પાણી છોડાતા 48 ગામની 5000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના મોટા ગણાતા ભાદર ડેમ- 1માંથી  રવિપાક  માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ બેકાંઠે વહેતી થતા આ વિસ્તારના ખેડૂતોના ચહેરા મલકી ઉઠ્યા છે. આ વર્ષે ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક […]

વલસાડનો મધુબન ડેમ છલકાયો, દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને સાબદા કરાયાં

ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા પાણીની સતત આવક વહીવટી તંત્ર એલર્ટ બન્યું અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ છલકાયો છે. જેથી ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા માટે […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, દરવાજા ખોલીને પાણી છોડાયું

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. […]

વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, નદીમાં તણાઈ રહેલા યુવકને બચાવાયો

વલસાડઃ રાજ્યમાં મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમનું  લેવલ જાળવવા માટે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.  તંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના તટ ઉપર ન જવા સૂચના આપવામાં આવી હતી. તેમ છત્તા એક વ્યક્તિ સેલવાસ પાસે દમણગંગા નદીમાં માછલી પકડવા પહોંચ્યો હતો ઘટનાની જાણ સેલવાસ […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં પડેલા સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ રહી છે. સોમવારે સાંજે 5 વાગ્યે નર્મદા ડેમના 23 ગેટ વધુ ઊંચાઈ સુધી ખોલીને નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે ડભોઇના ત્રણ, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરાયા […]

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. […]

નમામી દેવી નર્મદેઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયાં, એક લાખ ક્યુસેક પાણી છોડાયું

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવામાં હવે ત્રણ મીટર બાકી છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આથી ડેમના 23 દરવાજા ખાલીને એક લાખ ક્યુંસેક પાણી છોડવામાં આવતા […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55,000 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

અમદાવાદઃ  મધ્યપ્રદેશના નર્મદા નદીના ઉપરવાસ વિસ્તારમાં થઇ રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. સંભવતઃ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી […]

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code