1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, નદીમાં તણાઈ રહેલા યુવકને બચાવાયો
વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, નદીમાં તણાઈ રહેલા યુવકને બચાવાયો

વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, નદીમાં તણાઈ રહેલા યુવકને બચાવાયો

0
Social Share

વલસાડઃ રાજ્યમાં મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમનું  લેવલ જાળવવા માટે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.  તંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના તટ ઉપર ન જવા સૂચના આપવામાં આવી હતી. તેમ છત્તા એક વ્યક્તિ સેલવાસ પાસે દમણગંગા નદીમાં માછલી પકડવા પહોંચ્યો હતો ઘટનાની જાણ સેલવાસ પોલીસની થતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમની મદદ વડે નદીના વચ્ચે ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

હવામાન વિભગની અગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. છૂટો છવાયો વરસાદ વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાં નોંધાયો છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મધુબન ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર અને સંઘ પ્રદેશના કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક બાદ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. અને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં ન જવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. સેલવાસ નજીક દમણગંગા નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો. બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનું ધ્યાન જતા તાત્કાલિક સેલવાસ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સેલવાસ પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનની ટીમની મદદ મેળવીને બે કલાકની ભારે જહેમત બાદ નદીમાં ફસાયેલા ઇસમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. દમણગંગા નદીમાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code