Site icon Revoi.in

14 રાજ્યોને રૂ. 7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટનો હપ્તો જાહેર કર્યો

Social Share

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 14 રાજ્યોને રૂ.7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ (PDRD) ગ્રાન્ટનો 7મો માસિક હપ્તો બહાર પાડ્યો છે. આ ગ્રાન્ટ પંદરમા નાણાપંચની ભલામણો અનુસાર બહાર પાડવામાં આવી છે. પંદરમા નાણાં પંચે કુલ પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની નાણાકીય વર્ષ 2022-23 માટે 14 રાજ્યોને 86,201 કરોડની ભલામણ કરી છે.

ભલામણ કરેલ ગ્રાન્ટ ખર્ચ વિભાગ દ્વારા ભલામણ કરેલા રાજ્યોને 12 સમાન માસિક હપ્તામાં આપવામાં આવે છે. ઑક્ટોબર, 2022 મહિના માટે 7મો હપ્તો રિલીઝ થવા સાથે, 2022-23માં રાજ્યોને જાહેર કરાયેલ મહેસૂલ ખાધ અનુદાનની કુલ રકમ વધીને રૂ. 50,282.92 કરોડ છે.

બંધારણના અનુચ્છેદ 275 હેઠળ રાજ્યોને પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ આપવામાં આવે છે. રાજ્યોના રેવન્યુ એકાઉન્ટ્સમાં ડિવોલ્યુશન પછીના તફાવતને પહોંચી વળવા અનુગામી નાણાપંચોની ભલામણો અનુસાર રાજ્યોને અનુદાન જારી કરવામાં આવે છે.

આ ગ્રાન્ટ મેળવવા માટે રાજ્યોની લાયકાત અને 2020-21 થી 2025-26ના સમયગાળા માટે ગ્રાન્ટની માત્રા નક્કી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન વિનિમય 2022-23 દરમિયાન પંદરમા નાણાપંચ દ્વારા પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની ભલામણ કરવામાં આવેલ રાજ્યમાં આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

Exit mobile version