Site icon Revoi.in

ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજળીના કરંટથી બેના મોત, 3 ગંભીર

Social Share

આણંદ: ગુજરાતભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જન મહોત્સવ તમામ નાના-મોટા શહેરો અને ગામડીઓમાં પણ યોજાયો હતો. ગણેશ વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી. જેમાં ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા બે  લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોને ઈજાએ થઈ હતી. ગણેશજીની મૂર્તિને વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજળીના તારને અડી જતાં પાંચ જણાને કરંટ લાગ્યો હતો.જેમાં બે જણાના મોત નિપજ્યા હતા. જ્યારે  ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરરાટી પ્રસરી ગઈ છે.

ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત થયા છે. વિસર્જન યાત્રા દરમિયાન બપોરના 2 કલાકની આસપાસ આ ઘટના બની હતી. ગણેશ યાત્રા દરમિયાન નવરત્ન ટોકીઝ પાસે વિશાળ મૂર્તિને હેવી વીજ લાઈન અડતા કરંટ લાગ્યો હતો. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા 5 ને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોને ઈજાએ થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખંભાતમાં ગણેશજીના વિસર્જન માટે બેન્ડવાજા સાથે યાત્રા નિકળી હતી. લાડવાડા વિસ્તારમાંથી નિકળેલી યાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. યાત્રા નવ રત્ન ટોકિઝ પાસે પહોંચી ત્યારે ગણેશજીની મૂર્તિ વીજળીના તાર સાથે અથડાતા હેવી વીજ લાઈનને કારણે પાંચ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.