Site icon Revoi.in

કોરોનાથી સાજા થયેલા 20-30% દર્દીઓ 6 મહિનામાં ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી – સ્ટડી  

Social Share

દિલ્હી : કોરોના સંક્રમણ સામે નેચરલ ઈમ્યુનિટી કેટલો સમય ચાલે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. ખાસ કરીને તે લોકોના મનમાં જેઓ હાલમાં કોરોના સંક્રમણનો શિકાર થઇ સાજા થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના સંશોધન મુજબ નેચરલ ઈમ્યુનિટી ઓછામાં ઓછા 6-7  મહિના સુધી રહે છે,પરંતુ કોરોનાથી સંક્રમિત થયેલા 20 થી ૩0 ટકા લોકોમાં 6 મહિના પછી ઈમ્યુનિટી પાવર ઘટાડવાનું શરૂ કરે છે.

IGIB ના ડિરેક્ટર ડોક્ટર અનુરાગ અગ્રવાલ કહે છે કે, આ અંગે સંશોધન મહત્વપૂર્ણ છે. કારણ કે તે સંક્રમણની બીજી લહેરની સચોટ વ્યાખ્યા કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લેવામાં આવતી વેક્સીન પણ દર્દીઓને ગંભીર સંક્રમણ અને મૃત્યુથી ઓછામાં ઓછા બે વર્ષ સુધી બચાવી રાખવામાં સક્ષમ છે.

રિસર્ચરનું કહેવું છે કે, મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં કોરોના સંક્રમણના કેસમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં દિલ્હીમાં ફક્ત 56 ટકા સેરોપોસિટીવિટી અથવા એન્ટિબોડીઝ મળી આવ્યા હતા,જેને લઈને ડોકટરોનું માનવું છે કે, નવેમ્બર બાદ સંક્રમણની વૃદ્ધિમાં ઘટાડો થવાનું કારણ આજ હતું. આ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 7,897 નવા કેસ સામે આવ્યા  હતા. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં 24 કલાકમાં 9,327 કેસ નોંધાયા છે.

આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રકાશન માટે સ્વીકારાયેલા અભ્યાસના લેખકોમાંના એક ડોક્ટર શાંતનુ સેનગુપ્તાએ કહ્યું, સપ્ટેમ્બરમાં અમે CSIR ની પ્રયોગશાળાઓમાં સીરો-સર્વે કર્યો હતો. જેમાં એન્ટિબોડીઝ 10 ટકાથી વધુ સહભાગીઓમાં કોરોના વાયરસ સામે લડતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને 5 થી 6 મહિના માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. અને તેમના એન્ટિબોડી લેવલને તપાસવા માટે એક માત્રાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પાંચથી છ મહિનામાં લગભગ 20 ટકા સહભાગીઓએ એન્ટિબોડી હોવા છતાં ન્યુટ્રલાઇઝેશન એક્ટીવીટી ગુમાવી દીધી હતી. બાકીના સહભાગીઓમાં પણ ન્યુટ્રલાઇઝેશન એક્ટીવીટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ન્યુટ્રલાઇઝેશન, એન્ટિબોડીઝની એક ક્ષમતા છે જે વાયરસને સંપૂર્ણપણે દૂર કરે છે. અને તેને શરીરના કોઈપણ કોષમાં પ્રવેશતા અટકાવે છે.

દેવાંશી