Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં કોરોનાનો ભરડોઃ દુધરેજ-વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓ સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન દુધરેજ- વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 22 કર્મચારીઓ સંક્રમિત થતા પાલિકાની મોટાભાગની કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સારવાર શરૂ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ હોમ ક્વોરન્ટાઈન થવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાને સેનેટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર કોરોનાનું સંક્રમણ અટકાવવામાં નિરસ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેથી સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યા છે સફાઈ કર્મચારીઓ પણ કોરોનાની લપેટમાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું હોવાના કારણે અને ચૂંટણીના સમયે પાલિકાના કર્મચારીઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવાના કારણે કોરોના સંક્રમિત ફેલાયું હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર ઓફિસમાં પણ કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી  મામલતદાર ઓફિસ ની તમામ કામગીરી હાલમાં બંધ કરવામાં આવી છે. દરમિયાન દુધરેજ-વઢવાણ પાલિકાના 22 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા સરકારી કર્મચારીઓમાં પણ ખળભળાટ ફેલાઈ ગયો છે.