Site icon Revoi.in

બનાસકાંઠાના સરહદી તાલુકાના 22 ગામોને નર્મદાનું પાણી મળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લાના ગામના ખેડૂતો અને લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લાના 22 જેટલા ગામમમાં આગામી દિવસોમાં નર્મદાના પાણી પહોંચશે. જેથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોમાં હવે નર્મદાનું પાણી પહોંચશે,આ કેનાલનું કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને 4 તબક્કામાં કેનાલનું કામ પૂર્ણ થશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં દેવપુરથી જાનાવાડા સુધી 23.35 કરોડના ખર્ચે કેનાલ બનશે.

બીજા તબક્કામાં જાનાવાડાથી વાસરડા ગામ સુધી 24.53 કરોડના ખર્ચે થશે કેનાલનું કામ થશે. ત્રીજા તબક્કામાં વાસરડાથી કુંભારખા સુધી 17.43 કરોડના ખર્ચે કેનાલ બનશે. જ્યારે કે ચોથા અને અંતિમ તબક્કામાં કુંભારખાથી સુઇગામ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે.