Site icon Revoi.in

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા હેઠળ 90 ઇવેક્યુએશન ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાની 14 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ (ડૉ.) વી.કે. સિંહ (નિવૃત્ત) એ આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સરકારે ઇવેક્યુએશન ફ્લાઇટના સંચાલન માટે ભારતીય કેરિયર્સ સાથે સંકલન કર્યું હતું. એર એશિયા, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ગો ફર્સ્ટ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ નામની છ ખાનગી એરલાઈન્સ ઓપરેશન ગંગા હેઠળ ચાર્ટર્ડ સેવાઓ ચલાવે છે. સરકારે યુક્રેનને અડીને આવેલા રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા હેઠળ એર એશિયા, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ગો ફર્સ્ટ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ નામની છ ખાનગી એરલાઈન્સ સાથે સંકલન કર્યું છે.

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે મળીને ઓપરેશન ગંગા હેઠળ 23 ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવી છે. ઓપરેશન ગંગા હેઠળ ચાલતી તમામ ફ્લાઇટનું હવાઈ ભાડું સંપૂર્ણપણે સરકાર દ્વારા વહન કરવામાં આવ્યું છે. યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તમામ ભારતીયોને પરત લાવવાનો ખર્ચ પણ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો હતો.