Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદને કારણે એસટીની 229 ટ્રીપો રદ્દ, 3 કરોડની આવક ગુમાવવી પડી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમને પણ નુકશાની સહન કરવી પડી છે. ભારે વરસાદને લીધે અને રોડ પર પાણી ભરાઈ જતાં 229 એસટી બસોની ટ્રીપો રદ કરવી પડી હતી. અને તેના લીધે ત્રણ કરોડની આવક ગુમાવવી પડી છે.

એસટી નિગનના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદની ભારે તાબાહીના કારણે એસ.ટી.પરિવહન વિભાગ પણ પ્રભાવિત થયો છે એટલું જ નહીં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે હાઇવે પંચાયત હસ્તકના માર્ગ તેમજ અન્ય માર્ગ બંધ કરવાથી એસટી બસો પણ પોતાના નિયત રૂટ ઉપર જઈ શકી નથી. જેના કારણે એસટી નિગમને અંદાજિત 3 કરોડથી વધુ ની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યના 33 જિલ્લામાં દૈનિક ફરતી 14610 રૂટ ઉપરની 41063 ટ્રીપોમાં 73 રૂટ બંધ કરવામાં આવતાં 229 ટ્રીપ રદ કરી હતી. જયારે હાલમાં માત્ર 11 રૂટની 28 ટ્રીપો જ પૂર્વવત થઈ શકી છે જ્યારે હજુ પણ 62 રૂટની 201 ટ્રીપ શરૂ થવાની બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘતાંડવ થી એસટી ની દૈનિક આવકમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના જણાવ્યા અનુસાર આ રૂટો બંધ થવાથી એસટી નિગમને અંદાજિત 316383.64 એટલે કે ત્રણ કરોડથી વધુની આવક ગુમાવવી પડી છે. વધુમાં એસ.ટી.નિગમનાં સૂત્રોમાંંથી પ્રાપ્ત થતી વિગતો મૂજબ ભારે વરસાદના કારણે આજરોજ દક્ષિણ ગુજરાતના નવસારી-વલસાડ-વધઈ અને સાપુતારાની કુલ-118 ટીમો બંધ રહેવા પામી હતી. આ ઉપરાંત રાજકોટ એસ.ટી.વિભાગનાં, જામકંડોરણા સહિતનાં 30 ગ્રામ્ય રૂટો આજે બંધ રહેવા પામ્યા હતાં.