Site icon Revoi.in

ભારતમાં અત્યાર સુધી 35.05 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા

Social Share

દિલ્હી : દેશમાં બીજી લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની પક્રિયા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 35 કરોડ 5 લાખ 42 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકો એટલો ખતરો રહેશે નહી.

હાલ દેશમાં કોરોનાવાયરસના કેસ સરેરાશે 45થી 50 હજાર જેટલા આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રોજ સરેરાશ 40 લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયની સૂચિમાં જણાવ્યા મુજબ 4 જૂન,2021ના રોજ 57 લાખ 36 નાગરિકોને કોવિડની રસી આપવામાં આવી છે.

આમાં 18થી 44 વયજૂથના 28 લાખ 33 હજારથી વધુ લોકોને પહેલો અને 3 લાખ 29 હજારથી વધુને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સમગ્ર રીતે જોતાં દેશમાં 18થી 44 વયજૂથના 9 કરોડ 34 હજારથી વધુ નાગરિકોને પહેલો અને 27 લાખ 12 હજારથી વધુ બીજો ડોઝ અપાયો છે.

જાણકારો અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપથી થઈ શકે તેમ છે. સરકાર દ્વારા અન્ય વેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી શકે તેમ છે અને લોકોને અત્યાર જે હાજર છે તેના સિવાય અન્ય વેક્સિન પણ મળી શકે તેમ છે.

જાણકારો દ્વારા તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ તેવી સલાહ આપવામાં આવી હતી કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે શક્ય એટલી ઝડપથી વેક્સિનેશન કરવુ પડશે.