Site icon Revoi.in

શરદ પવારની વધી ચિંતા NCP ના 53 માંથી 35 સાંસદ અજિત પાવર ની બેઠકમાં હાજર રહ્યા

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે ,રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે એનસીપીના વરિષ્ટ નેતા શરદ પવારના ભત્રિજા અજિત પવારે એનડીએનો હાથ ઝિલ્યો છે ત્યારથી શરદ પવારની ચિંતા વધી છે.ત્યારે હવે શરદ પવારને મોટો ફટકો પડ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારની આગેવાની હેઠળની બેઠકમાં કુલ 13 ધારાસભ્યો, 3 એમએલસી અને 5 સાંસદો હાજર છે.આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને જૂથોએ આજે ​​શક્તિ પ્રદર્શન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં NCP- NCP સંકટ વચ્ચે મુંબઈમાં એક સાથે બે અલગ-અલગ બેઠકો યોજાઈ રહી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે MET બાંદ્રા ખાતે NCPના તમામ સાંસદો, ધારાસભ્યો, MLC, જિલ્લા વડાઓ અને રાજ્યના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે. જ્યારે શરદ પવારે વાયબી ચવ્હાણ ઓડિટોરિયમમાં તમામ સભ્યોની બેઠક બોલાવી છે.

આ સહીત એનસીપીના વડા અજિત પવાર અને શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જારી કરવામાં આવ્યો હતો.  બેઠકની અજિત પવારની સાથે NCPની સંખ્યાત્મક તાકાત દર્શાવવામાં આવી છે. આ સાથે જ NCP નેતા અને અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબલ એ એમ પણ કહ્યું કે 40 થી વધુ ધારાસભ્યો અને MLC અમારી સાથે છે. શપથ લેતા પહેલા અમે તમામ મહેનત કરી છે.

આ બેઠકમાં એનસીપીના 53 35 ધારાસભ્યો પહોંચ્યા છે. આવી સ્થિતિમાં શરદ પવાર માટે આવનારા સમયમાં તેમના નેતૃત્વમાં એનસીપીનું અસ્તિત્વ જાળવી રાખવાની આશ પર જાણે પાણી ફળી વળ્યું છે.અને અજિત પવારની જીત સાફ સાફ દેખાઈ રહી છે છત્તા પણ શરદ પવારની હિમ્મત હજી ખૂટી નથી તેઓ સતત પાર્ટી માટે કઈક કરી બતાવાની આશમાં છે.