Site icon Revoi.in

દીપ પ્રગટાવવા જરૂરિયાતમંદોને તેલની 43 બોટલોનું વિતરણ કરાયું

43 bottles of oil were distributed to the needy to light lamps

43 bottles of oil were distributed to the needy to light lamps

Social Share

બરવાળા, 12 ઓગસ્ટ, 2026: હિંદુ ધર્મમાં પવિત્રતા અને આસ્થાનું પ્રતીક મનાતા દશામાના વ્રતનો અષાઢ વદ અમાસના પવિત્ર દિવસથી શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. આ પ્રસંગે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે એક સરાહનીય સેવાયજ્ઞ યોજાયો હતો, જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ (બરવાળા કોર્ટ) ના PLV (પેરા લીગલ વોલન્ટિયર) ગોરાહવા ઉમેશભાઈ ભરતભાઈ દ્વારા વ્રતના પ્રથમ દિવસે જ દીપ-જ્યોત પ્રગટાવવા માટે તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાળુઓ વ્રતના દસ દિવસ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવી શકે તે હેતુથી, ઉમેશભાઈ ગોરાહવા તરફથી સ્વેચ્છાએ ૧-૧ લીટર તેલની કુલ 43 બોટલોનું આસ્થા અને ઉમંગ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, દશામાનું વ્રત જીવનમાં પવિત્રતા અને સંસ્કારોનો સંદેશ આપે છે. વ્રતધારીઓને પૂજા-અર્ચનામાં અનુકૂળતા રહે તે માટે તેઓ દર વર્ષે અષાઢ વદ અમાસના રોજ વ્રતના પ્રથમ દિવસે જ્યોત પ્રગટાવવા માટે આ રીતે તેલનું વિતરણ કરવાનું ચાલુ રાખશે.

Exit mobile version