1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વંદે ભારત ટ્રેનમાં સોમનાથ અથવા દ્વારકાના દર્શન કરી એક જ દિવસમાં પરત ફરી શકાશે
વંદે ભારત ટ્રેનમાં સોમનાથ અથવા દ્વારકાના દર્શન કરી એક જ દિવસમાં પરત ફરી શકાશે

વંદે ભારત ટ્રેનમાં સોમનાથ અથવા દ્વારકાના દર્શન કરી એક જ દિવસમાં પરત ફરી શકાશે

0
Social Share

અમદાવાદ, 25 જુન, 2026 Return to Somnath or Dwarka in a single day સોમનાથ અને દ્વારકાના દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે અમદાવાદથી ખાસ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ અને ઓખા (દ્વારકા) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન સવારે 6.15 વાગ્યે સાબરમતીથી રવાના થશે. અને બપોરે 1.20 વાગ્યે ઓખા સ્ટેશન પર પહોંચશે. જ્યારે સાંજે 4.45 વાગ્યે ઓખાથી રવાના થશે, અને રાત્રે 11.15 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે. એટલે દ્વારકાધિશના દર્શન કરીને એક જ દિવસમાં અમદાવાદ પરત ફરી શકાશે,જોકે દ્વારકાધિશનું મંદિર બપોરે 01 વાગ્યે બંધ થઇ જતું હોવાથી ભક્તો કઇ રીતે પહોંચીને દર્શન કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે

જ્યારે સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો છે. આ ટ્રેન હવે વિરમગામ, રાજકોટના બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, જૂનાગઢ થઈ દોડશે. આ ટ્રેન સવારે 6 વાગ્યે સાબરમતીથી રવાના થશે. બપોરે 12.50 વાગ્યે વેરાવળ સ્ટેશને પહોંચશે. બપોરે 3.50 વાગ્યે વેરાવળથી પરત ફરશે. રાત્રે 10.25 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે. આમ સોમનાથ મહાદેવજીના દર્શન કરીને એક જ દિવસમાં અમદાવાદ પરત ફરી શકાશે.

રેલવે બોર્ડના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદ (કાલુપુર) સ્ટેશનના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને ત્યાં જ તેનું પ્રસ્થાન તેમજ આગમન ટર્મિનલ રહેશે. સુધારેલા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે સાબરમતી જંક્શનથી ઉપડશે અને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન સાબરમતીથી નીકળીને આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને ઓખા પહોંચશે.એ જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજે 4:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને રાત્રે 11:15 વાગ્યે સાબરમતી જંક્શન પર પરત ફરશે. આ ટ્રેન પણ દ્વારકા, જામનગર અને રાજકોટ સહિતના નિયત સ્ટેશનો પર સ્ટોપેજ કરશે.

આ સિવાય સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો છે. આ ટ્રેન હવે વિરમગામ, રાજકોટના બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, જૂનાગઢ થઈ દોડશે. આ ફેરફારો અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. અમદાવાદ-ઓખા વંદે ભારત સાબરમતી-ઓખા વંદે ભારતના નામે ઓળખાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code