Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 4710 કેસ નોંધાયા, અમદાવાદમાં 1451 કેસ, રાજ્યમાં 34 નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  શનિવારે ઘટાડો નોંધાયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 4710  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1451 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 34 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, વડોદરા શહેર-4, ગાંધીનગર શહેર-1, સુરત શહેર-4, મહેસાણા-1, બનાસકાંઠા-1, રાજકોટ શહેર-1, અને જિલ્લો-2, ભરૂચ-2, મોરબી-1, જામનગર શહેર-3, ભાવનગર શહેર-1, અને જિલ્લો-4,  વલસાડ-1, પોરબંદર-1,નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ ગાંધીનગર આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,71,887 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,95,49, 348 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 94.85 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા ઘટાડો નોંધાયો હતો. અને  મૃત્યુમાં ગઈકાલ કરતા ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6079 કેસ નોંધાયા હતા. આજે શનિવારે 4710 કેસ નોંધાતા 1369 કેસનો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 11,184 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 51013 છે. જેમાં વેન્ટીલેટર પર 236 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 50777 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 4710 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1451 કેસ, સુરત શહેરમાં 174, કેસ, વડોદરા શહેરમાં 781,  અને જિલ્લામાં 231 કેસ, આણંદમાં 114  કેસ, કચ્છમાં 96 કેસ, રાજકોટ શહેરમાં 137, કેસ, ખેડામાં 115, કેસ  ભરૂચમાં 54, કેસ, અમદાવાદ જિલ્લામાં 33,  કેસ, ગાંધીનગર શહેરમાં 242 કેસ, અને જિલ્લામાં 105, રાજકોટ જિલ્લામાં 89, કેસ, ભાવનગર શહેરમાં 36 કેસ અને જિલ્લામાં 19, કેસ, જામનગર શહેરમાં 51, કેસ, તેમજ સાબરકાંઠામાં 42, અને બનાસકાંઠામાં 144 કેસ, પાટણમાં 74, અને સુરેન્દ્રનગરમાં 15 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  34નાં મોત નિપજ્યા હતા.