Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં ભૂકંપના 50 આંચકા, લોકોમાં ફફડાટ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં ભૂકંપના 50 જેટલા આંચકા આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જો કે આંચકાની તિવ્રતા 1 થી લઈ 4.5 સુધીની નોંધાઈ છે. આવા આવા નાના મોટા આંચકાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. કચ્છમાં સૌથી વધુ ભૂકંપના આંચકા આવે છે. જમીનની અંદર પાણીની સપાટીનું સ્તર વધતાં પ્લેટમાં જે હલન-ચલન થાય છે તેનું બેલેન્સ જાળવી રાખવા આવા નાના-મોટા આંચકાનો અનુભવ થાય છે. આ આંચકા સામાન્ય હોય અને તેની ઉંડાઈ પણ જમીનથી થોડી ઉંડે હોય જેથી તેની અસર વધુ થતી નથી જેને લઈ આવા આંચકાથી લોકોએ ડરવાની જરૂર નથી તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં તાજેતરમાં ર0ર1નો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો જેની તિવ્રતા 4.5 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી. આંચકાનું કેન્દ્રબિંદુ ઉનાથી 27 કિ.મી. દૂર દરિયાકાંઠે નોંધાયું હતું. આ આંચકાની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં થઇ હતી.