Site icon Revoi.in

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જી-20નો પ્રારંભ, દેશ-વિદેશના 600 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

Social Share

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આજથી જી-20 બેઠકનો પ્રારભં થયો હતો. સવારે 10 વાગે ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ સહિત ભારત સરકાર તરફથી મુખ્ય અધિકારી અમિતાભ કાન્ત, તથા  ઉધોગના આંતરરાષ્ટ્ર્રીય વેપાર વિભાગના અનુરાગ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે જી–20 સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તક લઈને આવ્યું છે,  ભારતમાં 200થી વધુ બેઠકો યોજાશે છે, જેમાં 15 જેટલી બેઠક ગુજરાતમાં યોજાશે જી ટવેન્ટી બેઠક માટે 600 થી વધુ પ્રતિનિધિઓ આવ્યા છે. જેમાં 200 જેટલા વિદેશી અને 400 જેટલા ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે આ બધા પ્રતિનિધિઓ ઔધોગિક સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. સવારના ઉધ્ઘાટન સમયે ભારતની બી 20 પ્રાથમિકતાઓ અને સ્પેશિયલ પ્લેનરી યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં રહેલી તક ઉપર સ્પેશિયલ સેશન યોજાશે. ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકોની ઝલક આપવામાં આવી હતી. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત વન મંત્રી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર વગેરેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

બી–20 બેઠકોમાં ભાગ લેનારા બિઝનેસ ડેલીગેટસ તેમજ વિદેશી રાજદૂતોને રહેવા માટે મહાત્મા મંદિર નજીકની ખાનગી હોટેલમાં વ્યવસ્થા કરવામા આવી છે. આ બધા મહાનુભાવોનું ગુજરાતી પરંપરા પ્રમાણે સ્વાગત કરાયું હતું.  બધા ડેલીગેટ્સએ હોટેલમાં ગુજરાતની કળા–સંસ્કૃતિની ઝલક દર્શાવતું પ્રદર્શન નિહાળ્યું હતું. રાજ્યની મેટલ ક્રાફટ, લેધર ક્રાફટ, વુડન ક્રાફટ, કચ્છી ભૂંગા, વગેરે પ્રદર્શન પણ મહેમાનોએ નિહાળ્યા હતા. બાદમાં એમણે ગાંધી કુટિરની વિઝિટ પણ કરી હતી.

જી -20 પ્રથમ બેઠકનો પ્રારભં પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પધારેલા મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા રાસ આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને વિદેશી મહેમાનો ખુશ થયા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી ગુજરાતની પરંપરા અનુસાર ગાલા ડિનર યોજવામાં આવ્યું હતું જેમાં મિલેટ આધારિત ગુજરાતી વાનગીઓ પીરસાઈ હતી. મહાનુભાવો માટે ખાસ ગાધીનગરના પુનિતવનમાં યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઇકો ટુર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાત કરાવવામાં આવશે.