Site icon Revoi.in

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Social Share

ટોક્યો, 20 એપ્રિલ 2026: જાપાનમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 7.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સૈનરિકુના કિનારાથી લગભગ 100 કિમી દૂર દરિયામાં નોંધાયાનું જાણવા મળે છે. જમીનની અંદર ભૂકંપ 10 કિમીએ નોંધાયો હતો. આ આંચકા બાદ જાપાનમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારમાં સુનામીની ઉંચા મોજા ઉઠવાની શકયતા છે. દરમિયાન મિયાકો બંદર ઉપર 40 સેંટીમીટર જેટલા ઉંચા મોજા નોંધાયા છે.

જાપાનના સત્તાવાર જણાવ્યા અનુસાર હવામાન વિભાગએ જાપાનના મુખ્ય દ્વીપના ઉત્તર ભાગમાં સ્થિતિ આઓમારી પ્રાંતના કિનારાથી 50 કિમી દૂર સુનામીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેના પરિણામ હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સુનામીના એલર્ટ બાદ દરિયાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જહાજોને દરિયાકિનારે લઈ જવાતા જોવા મળ્યાં હતા. બીજી તરફ ભૂંકપના આંચકા બાદ જાપાનમાં પરમાણુ વીજ પ્લાન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક વૈજ્ઞાનિકો ઓનાગાવા પરમાણુ વીજ પ્લાન્ટમાં કોઈપણ અસામાન્યતાની તપાસ કરી રહ્યા હોવાના અહેવાલ છે.

જાપાનના વડાપ્રધાન સના તકાઅચીએ લોકોને ઉંચી જગ્યા ઉપર જવા માટે અપીલ કરી છે. તેમજ તેમણે આ સંકટના સમયે નાગરિકોને ધૈર્ય જાળવી રાખવા વિનંતી કરી છે. જાપાનમાં ચાલુ વર્ષે 6થી વધુની તીવ્રતાના 3 આંચકા નોંધાયા છે. 2025માં ભૂકંપના 1500 જેટલા આંચકા જાપાનમાં નોંધાયા હતા.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ

Exit mobile version