Site icon Revoi.in

ખુશખબર : જમ્મુ-કાશ્મીરમાં દરરોજ 7000 ભક્તો કરી શકશે માં વૈષ્ણ દેવીના દર્શન

Social Share

અમદાવાદ: નવરાત્રીમાં માતા વૈષ્ણ દેવીની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભક્તો માટે ખુશખબર છે જમ્મુ-કાશ્મીર પ્રશાસને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણ દેવીની યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે.

જમ્મુ-કાશ્મીર સરકારના સચિવ સિમરનદીપસિંહે કહ્યું કે હવે દરરોજ આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા સાત હજાર કરવામાં આવી છે. અગાઉ અહીં ફક્ત પાંચ હજાર શ્રદ્ધાળુઓને જ આવવાની છૂટ હતી.

જમ્મુ-કાશ્મીર પ્રશાસનના આ નિર્ણયથી રાજ્યની બહારથી આવતા ભક્તો માટે ખુશખબર છે. આ પહેલા ફક્ત એક હજાર બહારના લોકો અને ચાર હજાર સ્થાનિક ભક્તોને જ મંજૂરી હતી. હવે પ્રશાસને આ નિયમ નાબૂદ કર્યો છે.

સિમરનદીપસિંહે કહ્યું કે, શ્રાઇન બોર્ડના સીઈઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવશે કે 7000 યાત્રાળુઓમાંથી કેટલા જમ્મુ-કાશ્મીરથી આવશે અને કેટલા બહારથી આવશે. તેમણે કહ્યું કે આ માટે રાજ્યમાંથી કે રાજ્યની બહાર આવતા ભક્તો માટે કોઈ પાસની જરૂર રહેશે નહીં.

આ સિવાય સચિવ સિમરનદીપસિંહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિનેમા હોલ, બાર અને કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલાક આવતીકાલથી અને કેટલાક 15 ઓક્ટોબરથી ખુલશે.

_Devanshi