Site icon Revoi.in

ઝારખંડના સાહિબગંજ નજીક ગંગા નદીમાં દૂર્ઘટના સર્જાઈ, 8વ્યક્તિઓનો બચાવ અને 2 લાપતા

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લા વચ્ચેના મનિહારી ઘાટ પાસે ગંગા નદીમાં એક જહાજનું બેલેન્સ બગડ્યું હતું. જહાજમાં ભથ્થરો ભરેલી 14 જેટલી ટ્રક લોડ કરેલી હતી. તેમાં ટ્રકોના ચાલક અને હેલ્પર પણ સવાર હતા. જહાજનું બેલેન્સ બગડતા અંદર લોડ કરવામાં આવેલી ચારેક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓ નદીમાં ખાબક્યાં હતા. જે પૈકી આઠ વ્યક્તિઓ સહીસલામત રીતે બહાર આવી ગયા હતા. પરંતુ બે વ્યક્તિઓ હજુ લાપતા છે. આ જહાજ સાહિબગંજથી મનિહારી તરફ જતું હતું.

જહાજમાં સવાર કેપ્ટન અમર ચૌધરીએ જણાવ્યું હતું કે, જહાજમાં 14 ટ્રક લોડ કરવામાં આવી હતી. દરમિયાન એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું જેના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી. જેથી નદીમાં પાંચેક ટ્રક નદીમાં પલટી ખાઈ ગઈ હતી. જ્યારે બાકીની ટ્રકો સાથે જહાજ કિનારા ઉપર પહોંચ્યું હતું. પાંચેક ટ્રક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં કેટલાક વ્યક્તિઓ પણ સવાર હતા. તેઓ પણ નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પડેલા 10 પૈકી આઠ વ્યક્તિઓ તરીને કિનારે પહોંચ્યાં હતા. જ્યારે બે વ્યક્તિ હજુ લાપતા છે. આ બનાવની જાણ થતા એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દૂર્ઘટના બિહારની સીમામાં થયાનું મનાઈ રહ્યું છે. બંને રાજ્યો દ્વારા હાલ બચાવ કામગીરી કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારી રામનિવાસ યાદવે જણાવ્યું હતું કે, કાલે બપોરના સમયે જહાજ રવાના થયું હતું. નદીની અંદર કેટલીક મિનીટમાં તેમાં ટેકનિક ખામી સર્જાઈ હતી. જેથી જહાજમાં હાજર લોકોએ તેને ઠીક કર્યું હતું. જે બાદ બેલેન્સ બગડતા પાંચ ટ્રક નદીમાં ખાબકી હતી. જેથી લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં ફરીથી આવી કોઈ દૂર્ઘટના ના સર્જાય.