1. Home
  2. Tag "Ship"

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ વિયેતનામ પહોંચ્યું, બંદરે કરાશે તૈનાત

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું પોલ્યુશન કંટ્રોલ વેસલ (PCV) સમુદ્ર પહેરેદાર એક અભિન્ન હેલિકોપ્ટર સાથે મંગળવારે વિયેતનામના હો ચી મિન્હ બંદરે આસિયાન દેશોમાં તેની ચાલુ વિદેશી તૈનાતીના ભાગરૂપે પહોંચ્યું હતું, ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું. આસિયાન દેશોમાં ICG વિશિષ્ટ જહાજની મુલાકાત એ દરિયાઈ પ્રદૂષણ માટેના ભારતના આસિયાન પહેલના અનુસંધાનમાં છે, જેમ કે વર્ષ 2022 માં […]

લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના […]

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું […]

પોરબંદરના દરિયામાં જહાજના બીમાર ક્રુ-મેમ્બરનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ પોરબંદરના દરિયામાં એક માલવાહન જહાજમાં ક્રુ મેમ્બરની તબિયત લથડતા અન્ય ક્રુ-મેમ્બર દોડતા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રિ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ વિદેશી જહારના બિમાર ક્રુ-મેમ્બરને પ્રાથમિક સારવાર બાદ પોરબંદર લાવવામાં આવ્યો હતો. તેમજ વધારે સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી:રિપોર્ટ

દિલ્હી:શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી છે. યુઆન વાંગ 5 ને આંતરરાષ્ટ્રીય શિપિંગ અને એનાલિટિક્સ સાઇટ્સ દ્વારા સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું કે,તેમને 16 થી 22 ઓગસ્ટ સુધી જહાજને હમ્બનટોટા […]

ઝારખંડના સાહિબગંજ નજીક ગંગા નદીમાં દૂર્ઘટના સર્જાઈ, 8વ્યક્તિઓનો બચાવ અને 2 લાપતા

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લા વચ્ચેના મનિહારી ઘાટ પાસે ગંગા નદીમાં એક જહાજનું બેલેન્સ બગડ્યું હતું. જહાજમાં ભથ્થરો ભરેલી 14 જેટલી ટ્રક લોડ કરેલી હતી. તેમાં ટ્રકોના ચાલક અને હેલ્પર પણ સવાર હતા. જહાજનું બેલેન્સ બગડતા અંદર લોડ કરવામાં આવેલી ચારેક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓ નદીમાં ખાબક્યાં […]

મધ દરિયે શીપ માં રહેતા લોકો કેવું જીવન જીવે છે …જાણો

સાહિન મુલતાનીઃ- શીપમાં કામ કરતા લોકો પરિવારથી 10 થી 11 મહિના દૂર રહે છે કંપની સાથે કરાર પ્રમાણે નોકરી માટે મહિનાઓ દરિયાની વચ્ચે જીવે છે એક રીતે દેશની સેવા જ કરતા હોય છે આ પ્રકારના શી મેન ‘sea-MAN’  અથવા તો ‘મર્ચેન્ટ નેવી’ આ નામ થી આપણે સૌ વાકેફ છીએ, સામાન્ય રીતે દરિયામાં રહેતા લોકો, હવે […]

વિદેશથી ઓક્સિજનની નળીઓ લઈને આવેલાં જહાજને કંડલા બંદરે અપાઈ પ્રાથમિકતા

ગાંધીધામ  :  કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ […]

ભારત આવતા ઇઝરાયલના જહાજ પર મિસાઇલ હુમલો, ઇરાને હુમલો કર્યો હોવાનો દાવો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો આ મિસાઇલ હુમલો ઇરાને કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ  આ હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code