
ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન
કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે.
ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો
ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “જપ્ત કરાયેલા ઇઝરાયેલી જહાજમાં માં સવાર પાંચ ભારતીય ખલાસીઓને ગુરુવારે સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ ઇરાન છોડીને ચાલ્યા ગયા છે.
ઈરાને 13 એપ્રિલે કબજે કર્યું હતું જહાજ
ઈરાને 13 એપ્રિલે 17 ભારતીય નાગરિકો સાથે ઈઝરાઈલી માલવાહક જહાજને કબજે કર્યું હતું. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીએ હોર્મુઝની સામુદ્રધુની નજીક કન્ટેનર જહાજને કબજે કર્યું હતું. એમએસસી એરીઝ છેલ્લે 12 એપ્રિલના રોજ દુબઈના દરિયાકાંઠે હોર્મુઝની સામુદ્રધુની તરફ જતું હતું. કન્ટેનર શિપને જપ્ત કરવાના પગલે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ હોસિન આમિર-અબ્દોલાહિયન સાથે વાત કરીને 17 ભારતીય ક્રૂ મેમ્બર્સને છોડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અમીરબાદોલ્લાહિયને જણાવ્યું હતું કે, “જહાજે ઇરાનના પ્રાદેશિક જળમાં તેનું રડાર બંધ કરી દીધું હતું અને નેવિગેશનની સલામતીને જોખમમાં મૂકી દીધી હતી આથી તેને કબજે કરાયું હતું.