1. Home
  2. Tag "NDRF"

નાગપુરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, NDRF-SDRFએ રાહત કામગીરી શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં આકાશમાંથી આફત વરસી હતી. રાતથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે પ્રશાસન પણ લોકોને બચાવવા NDRF અને SDRFની તૈનાત સાથે સક્રિય થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નાગપુરના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે લઈ જવા પડ્યા […]

રાજ્યમાં ભારે વરસાદને પગલે 7 જિલ્લામાં અંદાજે 11800થી વધુનું સલામત સ્થળાંતર 

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવશ્રીએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ […]

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે.  તલાળાના  નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં  સૌથી વધારે નુકસાન થયું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી […]

વાવાઝોડાની અસરઃ મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ બંદર પાસે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ વરસી રહ્યો છે. દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના વિશે […]

ગૃહમંત્રી શાહ આજે ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડાઓ સાથે બેઠક યોજશે

ચક્રવાત બિપરજોયવને લઈને  ગૃહમંત્રી શાહની આજે બેઠક  રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન સાથે કરશે બેઠક દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,આ ચક્રવાતે તેની ્સર દેખાડવાનું શરુ કરી દીધું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે તો ક્યાંક ભારે પવન સાથે દરિયામાં ઊંચા ઊંચા મોઝા ઉછળી રહ્યા છે આ સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ […]

CAPF અને NDRFના કર્મચારીઓના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાયો, ગૃહ વિભાગનો નિર્ણય

નવી દિલ્હીઃ પી.એમ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિલેટ વર્ષ -2023ને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો (CAPFs) અને રાષ્ટ્રીય આપદા મોચન બળ (NDRF) કર્મચારીઓના ભોજનમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ભોજનમાં 30 ટકા શ્રી અન્નનો સમાવેશ કરાયો છે. મિલેટના મહત્વને સ્વીકારવાની સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગ ઉત્પન્ન […]

તુર્કીની મદદ માટે ભારતીય સેનાના એરક્રાફ્ટે પાકિસ્તાનની ઉપરથી ઉડાન ભરવાનું ટાળ્યું, જાણો કારણ..

નવી દિલ્હીઃ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતે પોતાની વાયુ સેના અને એનડીઆરએફની ટીમ મોકલી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ભારતીય વાયુ સેનાનું વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી નથી રહ્યાં. માનક સંચાલિક પ્રક્રિયા અનુસાર ભારતીય સૈન્ય વિમાન પડોશી દેશ ઉપરથી ઉડાન નથી ભરી રહ્યું. ભારતીય વાયુ સેનાના […]

તુર્કિય ભૂકંપઃ ભારતે NDRF અને તબીબી ટીમો રાહત સામગ્રી સાથે મોકલશે

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની આજે તુર્કિયેમાં આવેલા ભૂકંપનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની સૂચનાઓના સંદર્ભે, પીએમના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા માટે સાઉથ બ્લોકમાં બેઠક યોજી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, NDRFની શોધ અને બચાવ ટુકડીઓ અને તબીબી ટીમો રાહત સામગ્રી સાથે તુરંત જ […]

બનાસકાઠામાં વરસાદને લઈને પૂર્વ તૈયારી – NDRF ની ટીમનું પાલનપુર ખાતે આગમન

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમનું આગમન વપસાદની સ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ પાલનપુર – રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે બનાસકાઠા જીલ્લામાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે,જેમાં ખાસ પુરની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા અને લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવામાં આવી છે, હાલ પાલનપુર જીલ્લા કલેક્ટર ખાતે આ ટીમનું આગમન થયું […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ ભરૂચમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે 9.5 ઈંચ વરસાદ ભરૂચના વાગરામાં ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 17મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code