Site icon Revoi.in

પાવાગઢમાં વરસાદને લીધે રેન બસેરાનો સ્લેબ તૂટી પડતા 8 યાત્રિકો દટાયા, મહિલાનુ મોત, 7ને ઈજા

Social Share

વડોદરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં  માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડતાં આઠ જેટલાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા.આજે ગુરૂવારે બપોરના ટાણે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે એક મહિલા યાત્રિકનું મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાવાગઢ માચી ખાતે કેટલાક યાત્રિકો દર્શન માટે જઈ રહ્યા હતા.ત્યારે અચાનક જ વરસાદ શરૂ થયો. જેથી કેટલાક યાત્રિકોએ વરસાદથી બચવા માચી ખાતે બનાવેલા રેન બસેરાનો સહારો લીધો હતો. ત્યારે જ  રેન બસેરાનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. તેથી આઠ જેટલા યાત્રિકોને ઈજાઓ થઈ હતી. જેમાં 6 યાત્રિકો એક જ પરિવાર હતા.કાટમાળમાં ત્રણ સ્ત્રી, ત્રણ પુરૂષ અને બે બાળકો દટાયા હતા. જેમાં એક મહિલા મહિવાનું મોત નિપજ્યું હતું. જ્યારેત્રણ યાત્રિકોના  બંને પગ ભાંગી ગયા હતા જ્યારે બે નાના બાળકોને ઓછી ઈજા તઈ હતી.

આ બનાવને નજરે જોનારાના કહેવા મજબ પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ પર કોંક્રીટનો સ્લેબ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવેલા છે. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતાં આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઊભા હતા. એ સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયું હતું. કોંક્રીટના ભારે સ્લેબ નીચે દબાયેલાં ત્રણ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતાં ગંભીર રીતે ઈજા તઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા.