Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 8 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતિનો કિસ્સો નોંધાયો હતો. દરમિયાન થાનગઢમાં આવેલી દોઢીવાલા આર્ટસ એન્ડ કોમ કોલેજમાં પણ બી.કોમ સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2 કોપી કેસ મળ્યા હતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. પરીક્ષાના ચોથા દિવસે સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.કોમ. સેમ.1 નો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા ઝડપાયો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ પરીક્ષા કેન્દ્રો પર CCTV દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેના મારફત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે અને ત્રીજા દિવસે 2-2 વિદ્યાર્થી CCTVના આધારે ચોરી કરતા ઝડપાયા હતા. આમ યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયાના ચાર દિવસ સુધી દરરોજ કોપીકેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ચાર દિવસમાં કોપી કેસનો આંક 8 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સેમેસ્ટર-1 માં 59,171 વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કુલ બે 9.30 થી 12 અને 2.30 થી 5 એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષામાં પેપર લીક ન થાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

 

Exit mobile version