Site icon Revoi.in

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે 90 કરોડનો દંડ વસુલાયો – સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ના નિર્દેશોને લઈને આપ્યો ઠપકો

Social Share

દિલ્હીઃ-ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 90 કરોડ રૂપિયાની વસૂલાત પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે, સરકારને દંડ રુપે  એક મોટી રકમ તો મેળવી લીધી છે, પરંતુ કોરેનાની માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં  ગુજરાત સક્ષમ સક્ષમ રહ્યું નથી.

ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ સુભાષ આર. રેડ્ડી અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે મંગળવારે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર અને મૃતદેહોના પ્રતિષ્ઠિત  વ્યવહારને લઈને સુનાવણી હાથ ધરી છે. આ દરમિયાન, ખંડપીઠે જાહેર સ્થળોએ સામાજિક અંતર જાળવવા માટેની માર્ગદર્શિકાના પાલન વિશે ગુજરાત સરકાર પાસે જાણકારીની માંગ કરી હતી.

આ અંગે કેન્દ્ર દ્વારા રજુ કરાયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ભારે દંડ એ સમાધાન છે. 500 રૂપિયાના દંડથી લોકો પર કોઈ અસર થઈ રહી નથી. તેઓ નિયમોની અવગણના કરી રહ્યા છે.

દરનમિયાન જસ્ટિસ શાહે કહ્યું  કે, કેસ મોટી સંખ્યામાં લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે. આ અંગે મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શુભ મહૂર્ત વાળા દિવસો  હવે પૂરા થયા છે. આ અંગે જસ્ટિસ શાહે કહ્યું કે એનઆરઆઈ માટે કશું શુભ નથી. તે જાણીતું હોઈ શકે કે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે લોકો જાહેર સ્થળોએ માસ્ક પહેરતા નથી તે ખરેખર અન્ય લોકોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

સાહિન-