Site icon Revoi.in

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

Social Share

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે રવિવારે ચીનના ઝિજાંગમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 28.28 અને રેખાંશ 87.87 પર 30 કિલોમીટરની ઊંડાઈએ હતું.