ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.