Site icon Revoi.in

કેરળમાં 17-18 જુલાઇના રોજ સંપૂર્ણ લોકડાઉન,બેંકો પણ રહેશે બંધ

Social Share

તિરુવંતપુરમ: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી રહી છે, પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં દૈનિક સંખ્યામાં સંક્રમણ હજુ પણ ભયાનક છે. કેરળમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે 17 અને 18 જુલાઇએ સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકાર 15 જુલાઇથી કોરોનાની નવી ગાઇડલાઇન પણ જારી કરી શકે છે.

કેરળમાં બેંકોને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની છૂટ છે, જો કે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન બેંકો પણ બંધ રહેશે.કેરળમાં પણ ઝીકા વાયરસ અંગે ચિંતા વધી રહી છે. રાજ્યમાં મંગળવારે ઝીકા વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં કુલ કેસની સંખ્યા 18 થઇ ગઈ છે. ત્રણ નવા સંક્રમિત કેસોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

કેરળના સ્વાસ્થ્યમંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, 22 મહિનાનું એક બાળક સંક્રમિત જાણવા મળ્યું છે. 46 વર્ષનો એક વ્યક્તિ અને 29 વર્ષનો આરોગ્ય કાર્યકર પણ સંક્રમિત મળી આવ્યો છે.તેમણે કહ્યું રાજ્યમાં અત્યાર સુધી ઝીકા વાયરસના 18 કેસ સામે આવી ચુક્યા છે.

કેરળમાં મંગળવારે કોવિડ -19 ના 14,539 નવા કેસ નોંધાયા હતા, જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 30,87,673 થઇ ગઈ છે.તો, છેલ્લા 24 કલાકમાં વધુ 124 દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુની સંખ્યા વધીને 14,810 થઇ ગઈ છે.