Site icon Revoi.in

એક એવી બીમારી કે જેમાં હાડકા કાચની જેમ તૂટે છે

Social Share

વિશ્વમાં હજારો પ્રકારની બીમારીઓ છે. ડોક્ટરો તથા વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે અનેક પ્રકારના રિસર્ચ પણ થયા છે, આવામાં એક એવી બીમારી વિશે પણ જાણવા મળ્યું છે કે જેમાં માણસના હાડકા કાચના ગ્લાસની જેમ તૂટે છે. આ બીમારીનું નામ છે ઓસ્ટીઓજેનેસિસ ઈમ્પર્ફેક્ટા (Osteogenesis imperfecta).

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક 12 વર્ષના બાળકમાં આ પ્રકારની બીમારી જોવા મળી છે. આ બાળકને એટલી ગંભીર બીમારી છે કે તેને હાથમાં લેતા અથવા ખોળામાં લેતા જ તેના હાડકા તૂટવા લાગે છે અને આ બીમારી તેને જન્મ લેતાની સાથે જ છે તેવુ કહેવામાં આવી રહ્યું છે.

કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં પહેલું સુખ તેનું સ્વસ્થ શરીર હોય છે અને બાકીની બધી ખુશીઓ પાછળથી આવે છે. પહેલાના જમાનામાં ઘણી બધી બીમારીઓ ઓળખાતી ન હતી, પરંતુ હવે ધીરે ધીરે મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે કે આપણે રોગોને શોધી કાઢવાની સાથે તેની સારવાર પણ કરી શક્યા છીએ.

આ રોગને કાચના હાડકાના રોગ અથવા બરડ હાડકાના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાસ્તવમાં તે અનેક આનુવંશિક રોગોનું જૂથ છે, જે મુખ્યત્વે શરીરના હાડકાંને નબળા બનાવે છે. આ રોગથી પીડિત લોકોના હાડકા સરળતાથી તૂટી જાય છે. આ બીમારીમાં વાંકાચૂંકા પગ એક બાજુ ખભા ચહેરાની ખોટી ગોઠવણી છાતી અંદર કે બહારની તરફ કરોડરજ્જુની વિકૃતિ આ સિવાય શરીરમાં કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે આંખના સફેદ ભાગનો વાદળી અથવા રાખોડી રંગ અને સ્નાયુઓની નબળાઈ વગેરે.

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ અનુસાર આ બીમારીનો કોઈ ઈલાજ નથી. પણ ક્યારેક કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો ડોક્ટરની પાસે જરૂર પહોંચવું જોઈએ.