Site icon Revoi.in

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા નાસભાગ

Social Share

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ,દિલ્હીના પંજાબી બાગના ક્લબ રોડ સ્થિત ટ્રોય નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.આગને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.જોકે,આ આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.જોકે,આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, “અમને પંજાબી બાગમાં ક્લબ રોડ પર ટ્રોય લાઉન્જ એન્ડ બારમાં બપોરે 1.35 વાગ્યે આગ લાગવાનો કોલ મળ્યો હતો અને ત્રણ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.”

Exit mobile version