Site icon Revoi.in

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Social Share

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “બોઇંગ 737 પ્લેન અમદાવાદથી દુબઈ જઈ રહ્યું હતું ત્યારે મુસાફર ધારવાલ દર્મેશ (ઉ.વ. 27)ને હાર્ટ એટેક આવ્યો અને તેને તબીબી સારવારની જરૂર હતી.” ફ્લાઈટના કેપ્ટને મુસાફરની તબિયત બગડી લથડતા પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો, અને પરવાનગી મળ્યા બાદ કરાચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

ભારતથી દુબઈ જતી ફ્લાઈટ કરાચી એરપોર્ટ પર લેન્ડ થઈ કે તરત જ બોર્ડર હેલ્થ સર્વિસ (BHS) અને CAA ડોક્ટરો આવી પહોંચ્યા હતા. ડૉક્ટરોએ પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023માં આવી જ એક ઘટનામાં ભારતીય વિમાનને કરાચીના જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર બીમાર પડતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઈટ જેદ્દાહથી હૈદરાબાદ જઈ રહી હતી, ત્યારે મુસાફરને હાર્ટ એટેક આવ્યા બાદ તેની તબિયત લથડી હતી. જેના પરિણામે ક્લિયરન્સ મળ્યા બાદ ફ્લાઇટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સીએએના પ્રવક્તાએ કહ્યું કે તપાસ દરમિયાન મેડિકલ ટીમને જાણવા મળ્યું કે પેસેન્જર પહેલાથી જ મરી ગયો હતો. તેણીની ઓળખ ઝોહરા તરીકે થઈ હતી.