Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં વધુ 300 બેડની સુવિધા ઉભી કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે 300 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના 500 બેડ થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. હાલ શહેરમાં લગભગ 16 જેટલા કેમ્પ ઉભા કરીને કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા સરકારની ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે વિવિધ એકમોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માસ્ક વિના ફરતા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં 16 જેટલા માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યાં છે. અત્યાર સુધી 200 જેટલા બેડ કાર્યરત હતા. હવે વધુ 300 બેડ ઉભા કરવામાં આવ્યાં છે. SVP હોસ્પિટલમાં ગત રોજ એક સાથે 30 દર્દીઓ દાખલ થયા હતા.

આ ઉપરાંત ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે. તા. 1લી માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે.