Site icon Revoi.in

અમદાવાદના ખોખરમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં જોડાયા શ્રદ્ધાળુઓ

Social Share

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામના રંગમાં રંગાયો છે. ગુજરાતની હેરિટેડ સિટી અમદાવાદ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરના ખોખરા વિસ્તારમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોત્રાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ના ખોખરામાં વિશાળ અઢી કિલોમીટર લાંબી મર્યાદા પુરસોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન રામ સાથે માતા સીતાજી અને ભાઈ લશ્ર્મણજી તેમજ હનુમાનજી અને સુગ્રીવજી ના જીવંત પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. અસંખ્ય કુમારિકાઓ સાથે યુવતીઓ અને મહિલાઓ માથે બેડા અને કળશ લઈને સમગ્ર શોભાયાત્રામાં રામધૂન સાથે જોડાઈ હતા. સમગ્ર અઢી કિલોમીટરની  શોભાયાત્રામાં ઠેરઠેર ગુલાબની પુષ્પવર્ષાથી સ્વાગત કરવામા આવ્યું હતું.

ખોખરામાં યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ ભગવાનના રથને ખેંચ્યા હતા. ડીજેના તાલે અને જય શ્રી રામ ના સતત જયઘોષ થી શ્રધ્ધાળુઓએ સ્વાગત કરીને શોભાયાત્રામાં બુંદી ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કર્યું હતું. બીજી તરફ પોલીસ દ્વારા પણ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છની બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. એકસાથે તમામ શ્રધ્ધાળુઓએ ગગનભેદી જય શ્રી રામ ના જયઘોષ કરીને સમગ્ર વિસ્તારને રામમય કરીને સવારે આઠ કલાકે પસ્થાન થયેલી આ શોભાયાત્રા 12.39 વિજય મુહરત માં ખોખરા શ્રી ભાલકેશ્ર્વર મહાદેવ ખાતે પુરી કરવામા આવી હતી.