Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો, બાકીના સ્ટ્રેન કરતાં પણ છે ખતરનાક

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે ત્યારે હવે મળેલા લેટેસ્ટ મ્યુટેન્ટ એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ આ નવા મ્યુટેન્ટને N440K નામ આપ્યું છે. તેઓ અનુસાર બાકીના સ્ટ્રેન કરતાં આ મ્યુટેન્ટ 10 ગણું વધારે સંક્રમણ ફેલાવી શકે છે. આ મ્યુટેન્ટના કારણે જ દેશમાં ઘણા સ્થળે સ્થિતિ વકરી રહી છે.

દેશમાં  26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા મામલા સામે આવ્યા હતા અને 23800 દર્દીઓના મોત થયા છે.તેની વચ્ચે વૈજ્ઞાનિકોને આ ખતરનાક મ્યુટેન્ટની જાણકારી મળી છે.જે બીજા તમામ સ્ટ્રેન કરતા 10 ગણુ અને વધારેમાં વધારે 1000 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે.જેના કારણે દેશના ઘણા ભાગમાં કોરોનાની લહેર આક્રમક સ્વરુપ ધારણ કરી રહી છે.

મ્યુટેન્ટ N440K પહેલી વખત આંધ્ર પ્રદેશના કરનૂલમાં જોવા મળ્યો હતો.હવે તે તેલંગાણા તેમજ આંધ્ર અને દેશના બીજા હિસ્સામાં તેજીથી ફેલાઈ રહ્યો છે.સંશોધકોનો દાવો છે કે, બીજી લહેરમાં આંધ્ર તથા તેલંગાણામાં જેટલા પણ નવા કેસ સામે આવ્યા છે તે આ વેરિએન્ટના કારણે આવ્યા છે.

નોંધનીય છે કે, હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સાયન્ટિફિક એન્ડ ઇનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ મ્યુટેન્ટને શોધ્યો છે.

Exit mobile version