Site icon Revoi.in

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

Social Share

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને પરિવારને મદદરૂપ બની શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં આર્મી દ્વારા મહિલા ઉત્કૃષ્ટ્રા માટે એક પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશનો સૌ પ્રથમ પ્રોજેકટ ધ્રાંગધ્રાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આર્મીની મહિલા માટેના પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટથી આર્મી પરિવારની બહેનો આત્મ નિર્ભર બનશે.  ધ્રાંગધ્રા આર્મીના બ્રિગેડીયર આર.આર. મિશ્રા, ડેપ્યુટી કમાન્ડર એસ.કે. કુમારના માર્ગદર્શન નીચે છેલ્લા 6 માસથી તૈયારી કરવામાં આવી રહી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓને હેન્ડલુમ વસ્તુઓ બનાવવમાં ટ્રેનીંગ આપવામાં આવશે. અને બાદ મશીન પર હેન્ડલુમ વસ્તુઓ બનાવી આર્મી  કેન્ટોમેન્ટ્સ અને બહાર વેચાણ કરવામાં આવશે. હાલ ધ્રાંગધ્રા ખાતે 30 મશીન મુકી આર્મીની મહિલાને ટ્રેનિંગ આપી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આમ રૂ. 30 લાખથી વધુ ખર્ચ સાથે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ધ્રાંગધ્રા આર્મી કેન્ટોન્મેન્ટમાં દેશના પ્રથમ પ્રોજેકટ શરૂ કર્યા બાદ સમગ્ર દેશમાં શરૂ કરાશે. તેમાંથી ઉત્પાદન વેચાણ કરી આર્મીની મહિલાઓને રોજગારી આપી આર્થિક રીતે પગભર કરી જરૂરિયાત સમયે પરિવારજનો મદદ થઈ શકે. આર્મીની મહિલા આર્થિક રીતે પગભર બને અને રોજગારી મળે તે માટે એક પોઈલોટ પ્રોજેક્ટની ધ્રાંગધ્રા આર્મી કેન્ટોન્મેન્ટથી શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓને રોજગારી સાથે પોતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાના ગુજરાન કરી શકે સ્વાલંબન બને અને ચિંતામુક્ત જીંદગી જીવી શકે તે માટે આર્મી દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાઈ રહ્યો છે.

Exit mobile version