Site icon Revoi.in

બાયોડીઝલનું ગેરકાયદે વેચાણઃ કચ્છના સામખિયાળી નજીક બાયોડીઝલનો જથ્થો પકડાયો

Social Share

ભૂજઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ અને ડીઝલ વચ્ચે જાણે ભાવ વધારાની હરિફાઈ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. ડીઝલના ભાવ તો પેટ્રોલ કરતા પણ વધી ગયા  છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલનો વપરાશ થઈ રહ્યો છે, પણ મોઘાભાવનું ડીઝલ ટ્રાન્સપોર્ટરોને પરવડતું નથી, તેથી સસ્તાભાવના બાયો ડીઝલની માગમાં વધારો થયો છે. હાઈવે પર ઠેર-ઠેર બાયો ડીઝલનું વેચાણ કરતા હાટડા ઊભા થઈ ગયા છે. બાયો ડીઝલનું વેચાણ ગેરકાયદે હોવાથી પોલીસને દરોડા પાડવાની સુચના પણ આપવામાં આવી છે.

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં હોટેલની બાજુમાં બાયો ડીઝલના ગેરકાયદે વેંચાણનો’ પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન બાયોડીઝલના જથ્થા સહિત રૂ. 3.97 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ સૂરજબારી ટોલનાકા પાસે આવેલી સાગર આઈ હોટેલની બાજુમાં દરોડો પાડયો હતો.

ટાંકામાંથી ગેરકાયદે બાયોડીઝલનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન જ્વલનશીલ પ્રવાહીનું વેંચાત કરતા આરોપી સોહીલ હારૂનભાઈ ડાઢીયાની પોલીસે ઝડપી પાડયો હતો. સ્થળ ઉપરથી રૂા. 80 હજારની કિંમતનો લોખંડનો ટાંકો, રૂ. 7 હજારની કિંમતની ઈલેકટ્રીક મોટર, રૂ. 30 હજારની કિંમતનું ફયુઅલ ભરવા માટેનું નોઝલ ઈલેકટ્રોનીક આઉટલેટ મશીન અને રૂ.2.80 લાખની કિંમતનું 4000 લીટર બાયોડીઝલ સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો.

આ કાર્યવાહીમાં એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ એસ.એસ. દેસાઈ , પી.એસ.આઈ બી.જે.જોષી’ અને એલ.સી.બી.નો સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે એલ.સી.બી. અને એસ.ઓ.જી.એ’ બે દરોડા પાડી પાંચ લાખનો બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો.આ અંગે ભચાઉ મામલતદારને જાણ કરાઈ છે.