Site icon Revoi.in

ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કરાયો

Social Share

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025:  Global quantum superpower નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા એક રોડમેપ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતને વિશ્વની અગ્રણી ક્વોન્ટમ શક્તિ બનાવવાની દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આજે આપણા સમયની સૌથી પરિવર્તનકારી શક્તિઓ માંથી એક બનવાની અણી પર છે, જેની અસર આરોગ્ય, નાણાં, લોજિસ્ટિક્સ, ઊર્જા, સામગ્રી વિજ્ઞાન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા તમામ મુખ્ય ક્ષેત્રો પર પડશે.

નીતિ આયોગના મતે, જે દેશો હાલમાં નિર્ણાયક પગલાં લેશે, તે જ આગામી સમયની કમ્પ્યુટિંગ, સંચાર અને સેન્સિંગ ક્ષમતાઓનું નેતૃત્વ કરશે તથા વૈશ્વિક નવીનતા અને વિશ્વાસનું માળખું નક્કી કરશે. ભારત માટે ક્વોન્ટમ ટેકનોલોજી માત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનું ક્ષેત્ર નથી – તે દુનિયામાં ભારતની નવી ભૂમિકા નક્કી કરવાની તક છે, જ્યાં તે શરૂઆતથી જ નેતૃત્વ કરે, ન કે પાછળથી નિયમોનું અનુસરણ કરે.

ક્વોન્ટમ ટેકનોલોજીને ભવિષ્યના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જૈવ તકનીક, અદ્યતન સામગ્રી અને સુરક્ષિત ડિજિટલ પ્રણાલીઓનો મૂળ આધારસ્તંભ ગણાવવામાં આવ્યો છે. જારી કરાયેલા રોડમેપમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનનો ઉપયોગ કરીને સંશોધન, વ્યાવસાયીકરણ અને ક્વોન્ટમ ઇકોસિસ્ટમ વિકાસને વેગ આપવા માટે સ્પષ્ટ પગલાં સૂચવવામાં આવ્યા છે. તેમાં ભારતની વર્તમાન સ્થિતિ, તેની ક્ષમતાઓ અને મુખ્ય ખામીઓનું વિગતવાર વિશ્લેષણ સામેલ છે.

રોડમેપમાં નીતિ ઘડનારાઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને રાજ્યો વચ્ચે સહિયારી જવાબદારીને મહત્વપૂર્ણ ગણાવી છે, જેથી ભારત એક ભરોસાપાત્ર અને સ્પર્ધાત્મક વૈશ્વિક ક્વોન્ટમ અર્થવ્યવસ્થા બનાવી શકે.

તેલંગાણાના આઇટી મંત્રી ડી. શ્રીધર બાબુએ કહ્યું કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સક્ષમ હશે જેને પહેલા અશક્ય માનવામાં આવતી હતી – જેમ કે દવા શોધ, આબોહવા મોડેલિંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને અદ્યતન સામગ્રી નિર્માણ. તેમણે કહ્યું કે દુનિયામાં ક્વોન્ટમ રોકાણ ઝડપથી વધ્યું છે અને તેલંગાણા ઊંડી સંશોધન ક્ષમતા અને પ્રતિભા વિકાસ સાથે તેની તૈયારી કરી રહ્યું છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વતે કહ્યું કે ભારતના 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યમાં ક્વોન્ટમ ટેકનોલોજી એક વ્યૂહાત્મક પ્રેરક શક્તિ હશે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશને શરૂઆતની પ્રગતિને ગતિ આપી છે, અને આ રોડમેપ આગળની ક્ષમતાઓ વિકસાવવા અને વૈશ્વિક સ્તરના પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી લક્ષ્યોને રેખાંકિત કરે છે.

નીતિ આયોગના સીઇઓ બી.વી.આર. સુબ્રહ્મણ્યમે કહ્યું કે આવનારા પાંચ વર્ષ એ નક્કી કરશે કે ભારત ક્વોન્ટમ ટેકનોલોજીનો આપૂર્તિકર્તા (સપ્લાયર) બનશે કે ઉપભોક્તા. તેમણે કહ્યું કે ભારતની પ્રતિભા, એન્જિનિયરિંગ ક્ષમતા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભેળવીને એક વિશ્વસનીય, સ્પર્ધાત્મક અને સુરક્ષિત ક્વોન્ટમ ભારત બનાવી શકાય છે.

લાંબા અંતરના પિનાકા રોકેટનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ

નવી દિલ્હીઃ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે સોમવારે (29 ડિસેમ્બર) પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ (LRGR 120)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. આ રોકેટનું પરીક્ષણ 120 કિલોમીટરની મહત્તમ રેન્જ સુધી કરવામાં આવ્યું. રોકેટે લક્ષ્યને સચોટ રીતે નિશાન સાધ્યું.

લોન્ચ દરમિયાન તૈનાત કરાયેલા તમામ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટ્સે રોકેટને તેના ઉડાન માર્ગ દરમિયાન ટ્રેક કર્યું. આ રોકેટને આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) દ્વારા હાઇ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરીના સહયોગથી અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDL) અને બિલ્ડિંગ રિસર્ચ સેન્ટરના સહયોગથી ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ પરીક્ષણ ઉડાનનું સંકલન ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) અને પ્રૂફ એન્ડ એક્સપેરિમેન્ટલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. LRGRને ઇન-સર્વિસ પિનાકા લોન્ચરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જે તેની વૈવિધ્યતા અને એક જ લોન્ચરથી વિવિધ રેન્જના પિનાકા વેરિઅન્ટ્સ લોન્ચ કરવાની ક્ષમતા દર્શાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ DRDOને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, લાંબા અંતરના માર્ગદર્શિત રોકેટની સફળ ડિઝાઇન અને વિકાસ સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં વધારો કરશે અને તેને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે આ પરીક્ષણનું અવલોકન કર્યું અને મિશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા બદલ તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

ગયા વર્ષે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટિવ ​​રિક્વાયરમેન્ટ્સ (PSQR) વેલિડેશન ટ્રાયલ્સના ભાગ રૂપે ગાઇડેડ પિનાકા વેપન સિસ્ટમના ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા હતા. આ ફ્લાઇટ પરીક્ષણો વિવિધ ફાયરિંગ રેન્જ પર ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવ્યા હતા.

આ પરીક્ષણો દરમિયાન, રોકેટનું PSQR પરિમાણો, જેમ કે ઘાતકતા, ચોકસાઈ, સ્થિરતા અને બહુવિધ લક્ષ્યો સામે જોડાણ દરનું મૂલ્યાંકન કરવા માટે વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરેક ઉત્પાદન એજન્સી દ્વારા અપગ્રેડ કરાયેલા બે ઓપરેશનલ પિનાકા લોન્ચર્સમાંથી બાર રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: નરેન્દ્ર મોદી બજેટ પહેલા ટોચના અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાતોને મળશે

Exit mobile version