1. Home
  2. Tag "presented"

લોકસભામાં નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને, શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું. રાષ્ટ્રપતિના સંસદમાં સંયુક્ત સંબોધન પછી, લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થાય તે પહેલાં, કેન્દ્રીય નાણાં […]

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994માં મુખ્ય સુધારા રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્થાનિક કેબલ ઓપરેટર (એલસીઓ) નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 (નિયમો)માં સુધારો કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી એલસીઓ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રાલય પોતે જ તેમની રજિસ્ટ્રેશન ઓથોરિટી હશે. આધાર, પાન, સીઆઈએન, ડીઆઈએન વગેરે સહિતની અરજદારની વિગતોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી, એલસીઓ […]

સોમવારે લોકસભામાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંબંધિત બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બે બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ લોકસભામાં 129મું બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો સંશોધન બિલ રજૂ કરશે. તાજેતરમાં, સરકારે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે ‘વન નેશન વન ઇલેક્શન’ના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને […]

લોકસભામાં આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને રજૂ કરાયું

નવી દિલ્હીઃ લોકસભામાંઆપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્ટ્ર અને રાજ્યને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કાર્યકારી સમિતિને બદલે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યસ્તરે […]

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ સંસદમાં રજૂ કર્યાં

નવી દિલ્હીઃ અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા […]

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં રેલવે (સુધારા) બિલ-2024 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં રેલવે (સુધારા) બિલ-2024 રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે, આ બિલ રેલવે બોર્ડની શક્તિમાં વધારો કરશે અને રેલવેની કાર્યક્ષમતામાં સુધારો કરશે. આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલ્વે બોર્ડની શક્તિઓને વધારવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવાનો છે. આ બિલ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કરાયાં

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. એએનએમ કેટેગરીમાં […]

રાજકોટ મનપાનું કરબોજા વગરનું રૂ. 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, 100 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં કોર્પોરેશનનું રૂ. 2275 કરોડનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કરબોજા વગરના આ ડ્રાફ્ટ બજેટમાં આગામી દિવસોમાં શહેરમાં 100 ઈલેક્ટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત મિલકત વેરાનો લક્ષ્યાંક વધારીને રૂ. 340 કરોડ રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code